Dron

પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

પ્રતિબંધનું કારણ
કાયદો વ્યવસ્થા જાળવવા અને સુરક્ષા માટે આ પગલું લેવામાં આવ્યું છે. દેશ વિરોધી તત્વો, આંતકવાદીઓ કે ભાંગફોડીયાઓ ડ્રોનનો ગેરલાભ લઈને મહત્વના સ્થળોને નુકસાન પહોંચાડી શકે તેવા જોખમને રોકવા માટે પરવાનગી વગર UAV (ડ્રોન) ઉપયોગ પર પ્રતિબંધ છે. આ નિયમ ભારત સરકારના ગૃહ મંત્રાલયની SOP અને Drone Rules 2021 અનુસાર રેડ/યલો ઝોનમાં લાગુ પડે છે

બોટાદ જિલ્લામાં 58 સ્થળોને રેડ, યલો ઝોનમાં મુકવામાં આવ્યાં:

બોટાદ જિલ્લામાં આવેલા સેન્સેટીવ ઝોન જેવા કે, શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર, BAPS સ્વા.મંદિર સાળંગપુર, સ્વામીનારાયણ મંદિર કુંડળ, ભીમનાથ મહાદેવ મંદિર, વિસામણ બાપુની જગ્યા પાળીયાદ, ગોપીનાથજી દેવ સ્વામીનારાયણ મંદિર ગઢડા, BAPS સ્વા.મંદિર ગઢડા તથા ટેલીફોન એક્ષચેન્જ બોટાદ, બરવાળા, ગઢડા તથા બોટાદ જિલ્લામાં આવેલ મોટા ડેમો જેમાં ઉતાવળી ડેમ ગુંદા, સુખભાદર ડેમ નાના છૈડા, ભીમડાદ ડેમ, ઇતરીયા ડેમ, લીંબાળી ડેમ, કાળુભાર ડેમ તથા પાણીના પંમ્પીંગ સ્ટેશન નાવડા તથા ગઢડા તથા સોનાવાલા હોસ્પિટલ બોટાદ તથા CHC હોસ્પિટલ ગઢડા તથા મધુસુદન ડેરી ગઢડા તથા ડિસ્ટ્રીક એન્ડ સેસન્સ કોર્ટ બોટાદ, કલેકટર કચેરી તથા જિલ્લા પંચાયત કચેરી બોટાદ તથા બોટાદ જિલ્લા વિસ્તારમાં આવેલ વિજળી પાવર સપ્લાયર સબ સ્ટેશનો વગેરે સંસ્થાનોને રેડ/યલો ઝોનમાં ભારત સરકારશ્રીના ગૃહ મંત્રાલયની SOP અને Drone rules-2021 મુજબ વર્ગીકૃત કરવામાં આવ્યાં છે.

જેમાં બોટાદ જિલ્લામાં કુલ- ૫૮ સ્થળોને રેડ,યલો ઝોનમાં મુકવામાં આવ્યાં છે.

શું કરવું જોઈએ?
ડ્રોન ઉડાડવા માટે DGCAના Digital Sky પ્લેટફોર્મ પરથી પરવાનગી મેળવો. ગ્રીન ઝોનમાં પણ પોલીસને અગાઉ જાણ કરો. ઉલ્લંઘનથી દંડ, જપ્તી કે કાનૂની કાર્યવાહી થઈ શકે છે

 

AAP નેતા ગોપાલ ઈટાલિયા પર જુતું ફેંકવાનો પ્રયાસ

બોટાદ – ઝવેરી જિનના મેદાનમાં પરસેવો પાડતા યુવાનો

વર્ષ 2026 માં નગરપાલિકાની ચૂંટણી ક્યારે?

By Ravi

પ્રતિશાદ આપો