BAOU 1

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ફી વધારાનો મુદ્દો ગરમાવ્યો: વિદ્યાર્થીઓ પર ૧૭૮ થી ૩૧૭ ટકાનો બોજ

અમદાવાદ: ગુજરાતની એકમાત્ર સરકારી ઓપન યુનિવર્સિટી, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) દ્વારા તાજેતરમાં વિવિધ (UG) અને (PG) કોર્સની ફીમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિપક્ષો દ્વારા આ વધારાને ‘શિક્ષણનું વ્યાપારીકરણ‘ ગણાવી તીવ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ફી વધારાની મુખ્ય વિગતો
યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલો આ વધારો ૧૭૮ ટકાથી લઈને ૩૧૭ ટકા જેટલો ઊંચો છે. ખાસ કરીને પરંપરાગત કોર્સમાં જે તફાવત જોવા મળ્યો છે તે નીચે મુજબ છે:

  • BA અને B.Com: અગાઉ વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ફી ₹૧,૮૦૦ અને વિદ્યાર્થિનીઓ માટે ₹૧,૨૦૦ હતી. હવે આ ફી બંને માટે સમાન ધોરણે ₹૫,૦૦૦ કરી દેવામાં આવી છે.
  •  B.Ed (OED): આ કોર્સની સંપૂર્ણ ફી ₹૨૦,૦૦૦થી વધારીને ₹૩૫,૦૦૦ કરવામાં આવી છે.
  •  B.Ed Special Education: આ કોર્સની ફી ₹૩૦,૦૦૦થી વધારીને ₹૪૫,૦૦૦ કરવામાં આવી છે.

યુનિવર્સિટીનો પક્ષ
યુનિવર્સિટી પ્રશાસનના જણાવ્યા અનુસાર, છેલ્લા ૧૯ વર્ષથી ફીમાં કોઈ વધારો કરવામાં આવ્યો નહોતો. હાલના સમયમાં સ્ટડી મટીરિયલનું પ્રિન્ટિંગ, પેપરના ભાવમાં વધારો અને હોમ ડિલિવરીના ખર્ચને પહોંચી વળવા માટે આ વધારો અનિવાર્ય હતો. યુનિવર્સિટીનું કહેવું છે કે તેઓ સ્વભંડોળથી ચાલે છે અને ગુણવત્તા જાળવવા માટે આ નિર્ણય લેવો પડ્યો છે. 

વિરોધ અને વિવાદ
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોષીએ આ મુદ્દે સરકાર અને યુનિવર્સિટી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, “પહેલા આ યુનિવર્સિટીમાં કન્યા કેળવણી મફત જેવી હતી, પરંતુ હવે વિદ્યાર્થિનીઓ પર પણ મોટો બોજ નાખવામાં આવ્યો છે. ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ, જેઓ મોટે ભાગે નોકરીની સાથે અભ્યાસ કરે છે, તેમના પર આ અન્યાયી છે.”
વિરોધીઓનું સૂચન છે કે સરકાર જો બિનજરૂરી ઉત્સવો અને તાયફાઓ પાછળનો ખર્ચ ઘટાડીને યુનિવર્સિટીને ગ્રાન્ટ આપે, તો આ ફી વધારો પાછો ખેંચી શકાય તેમ છે.

સમાપન 
ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ પહોંચાડતી આ સંસ્થામાં થયેલો આ વધારો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો લાવી શકે છે તે વાત સત્ય છે 

બોટાદ – એક અદભુત શહેર

JEE MAIN 2026 પરીક્ષા માટે મહત્વની ઘોષણા

મહેસૂલ તલાટી પરીક્ષા ફી રિફંડ – BOTAD NEWS

#baou #botad #news #gujaratinews

By Ravi

3 thoughts on “BAOU માં ફીમાં કેટલો વધારો થયો : જાણો”

પ્રતિશાદ આપો