Botad nagarpalika lift

બોટાદ -બોટાદ શહેર, જેને ગુજરાતના મહત્વના નગરોમાં ગણવામાં આવે છે, ત્યાંની નગરપાલિકામાં હવે આધુનિક સુવિધાઓનો ઉમેરો થયો છે. રેલ્વે સ્ટેશનની સામે સ્થિત બોટાદ નગરપાલિકાની ઈમારતમાં પહેલેથી જ અંડરગ્રાઉન્ડ પાર્કિંગની સુવિધા છે, જેને ગ્રાઉન્ડ ફ્લોર તરીકે ઓળખવામાં આવે છે. તેની ઉપર ત્રણ માળની ઇમારત છે, જેમાં નગરપાલિકાના વિવિધ વિભાગો સ્થિત છે.

અત્યાર સુધી નાગરિકોને તેમના વેરા ભરવા, જન્મ-મૃત્યુના દાખલા મેળવવા કે અન્ય કામો માટે સીડી ચઢીને નગરપાલિકા ના પહેલા, બીજા અને ત્રીજા માળ સુધી જવું પડતું હતું. હવે નગરપાલિકા દ્વારા  લિફ્ટ પ્રોજેક્ટનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે તેવું આ કામ ઉપર થી લાગી રહ્યું છે ,  ભવિષ્ય માં નાગરિકો ફક્ત એક બટન દબાવીને પ્રથમ, બીજા અને ત્રીજા માળ સુધી સરળતા થી પહોંચી શકશે.

આ નવી લિફ્ટ સુવિધાથી વૃદ્ધો, દિવ્યાંગો તેમજ નાગરિકોને મોટી રાહત મળવાની શક્યતા છે. બોટાદ નગરપાલિકા દ્વારા આ સુવિધા થી નાગરિકોને  વધુ સુવિધાજનક સેવા પૂરી પાડવા માટે ઉદ્દેશિત છે.

આ નવી લિફ્ટ સુવિધાથી બોટાદ નગરપાલિકા હવે એક પગલું વધુ આધુનિકતા અને “Easy Access” વાળી સરકારી સુવિધાઓ તરફ આગળ વધી છે.

 

 

By Ravi

One thought on “બોટાદ નગરપાલિકામાં લિફ્ટનું કામ શરૂ”

પ્રતિશાદ આપો