Botad

 બોટાદ – એક અદભુત શહેર

: બોટાદ એક અદભુત શહેર એનો મતલબ એવો છે કે જે મનને ગમે એ બધી જ વસ્તુ બોટાદમાં છે અથવા મળી જાય છે

  1. – જેમકે બોટાદમાં સસ્તામાં ખાણીપીણી ની વસ્તુ મળી જાય છે જે મોટા સિટીમાં વધારે ભાવ હોય છે એની કરતા બોટાદમાં સસ્તું મળી જાય છે
  2. – બોટાદ માં સારામાં સારી જગ્યાઓ ફરવા મળી જાય છે, જેમ કે સાળંગપુર થઈ ગયું પાળીયાદ થઈ ગયું અને ગઢડા થઈ ગયું
  3. – જો બોટાદમાં ફરવા લાયક સ્થળ જોઈએ તો સાળંગપુર રોડ ઉપર આવેલું વિરાટેશ્વર મહાદેવ મંદિર એની બાજુમાં આવેલું નવહથ્થા હનુમાન દાદા નું મંદિર અને નવનાળે જોઈએ તો મેલડી માતાનું મંદિર અને પાળિયાદ રોડ ઉપર જઈએ એટલે તળાવ આવી ગયું, એનાથી થોડા આગળ જઈએ એટલે ત્રિકોણી ખોડીયાર માતાનું મંદિર અને આવા તો ઘણા બધા સ્થળ છે પણ જે યાદ હતા યે મે જણાયા છે.

ઉદ્યોગો :

  • – બોટાદમાં ઉદ્યોગોની વાત કરૂ ને તો પહેલા નંબર ઉપર આવે હિરા નો ઉદ્યોગ, જેમાં લાખોની સંખ્યામાં લોકો હીરા ઘસે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. તરઘરા, પાળીયાદ, નાગનેશ, અલંપર, દેવળીયા, સમઢીયાળા, ઉગામેડી, લાઠીદડ યેવા તો કેટલાય ગામડા છે જ્યાં થી લોકો આઇસર ભરી ભરીને લોકો બોટાદમાં હીરા ઘસવા આવે છે.
  • – કદાચ એની પછી મજૂરીની વાત કરી શકાય, કારણ કે ટાવર રોડ ઉપર સવારે અને સાંજે હજારોની સંખ્યામાં કડિયા અને મજૂર / બેલદાર ભેગા થતા હોય છે અને ત્યાં દરેકને મજૂરી મળી જ જાય છે
  • – બાકીના ઘણા લોકો શાકભાજી વેચતા હોય છે, બીજા ઘણા બધા લોકો પોતાનો ધંધો નાખીને બેઠા છે અને એની સિવાયના નાની નાની નોકરીઓ કરતા હોય છે તો પણ બધાનું જીવન ચાલી જાય છે
  • – બોટાદમાં ચાલતી સરકારી સંસ્થાઓ જેવી કે બેંકો, નગરપાલિકા, જિલ્લા સેવા સદન, પોલીસ અધિકારીઓ ની કચેરીઓ, એમને પોત પોતાનું કામ કરે છે એટલા માટે જ બોટાદ એક અદભુત શહેર છે એવી શાંતિ બોટાદ સિવાય ક્યાય નહિ મળે.

હું એમ કહીશ કે બોટાદ એક અદભુત શહેર છેં કેમ કે છે જ.

JEE MAIN 2026 પરીક્ષા માટે મહત્વની ઘોષણા

મહેસૂલ તલાટી પરીક્ષા ફી રિફંડ – BOTAD NEWS

બોટાદ શહેરમાં ગઢડા રોડ પરથી રીક્ષાની ચોરી

Botad Accident CCTV footage

botad ek adbhut city, Botad News, Botad News today

By Ravi