Bharti melo Botad

ગઢડા ખાતે મારુતિ સુઝુકી માટે ભરતી મેલો – Job News

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં યુવાનો માટે રોજગારની એક મોટી તક ઉભી થઈ છે. મારુતિ સુઝુકી – બેચરાજી પ્લાન્ટ માટે ભરતી મેલાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેલો આઈ.ટી.આઈ. ગઢડા (જી. બોટાદ) ખાતે યોજાશે.

આ ભરતી મેલામાં ધોરણ 10, ધોરણ 12 તથા ITI પાસ તમામ ઉમેદવારો ભાગ લઈ શકશે. પસંદગી પામેલા ઉમેદવારોને મારુતિ સુઝુકીના બેચરાજી પ્લાન્ટમાં કામ કરવાની તક મળશે.

ભરતીની વિગત

પદ : એપ્રેન્ટિસ / વર્કમેન

પગાર : રૂ. 25,300/- પ્રતિ માસ

ભરતી તારીખ : 8 જાન્યુઆરી 2026

સમય : સવારે 9 વાગ્યે

સ્થળ : ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), ગઢડા

સરનામું : હરીપર રોડ નાળિયેરી ધાર, તા. ગઢડા, જી. બોટાદ – 364750

જરૂરી દસ્તાવેજો

ભરતી મેલામાં હાજર રહેતી વખતે ઉમેદવારોએ નીચેના દસ્તાવેજો સાથે લાવવાના રહેશે:

  • આધાર કાર્ડ
  • ધોરણ 10ની માર્કશીટ અથવા ITIની માર્કશીટ
  • બાયોડેટા / રિઝ્યુમે

આ ભરતી મેલો સ્થાનિક તેમજ આસપાસના વિસ્તારોના યુવાનો માટે રોજગાર મેળવવાની ઉત્તમ તક છે. લાયક ઉમેદવારોને સમયસર હાજર રહેવા માટે વિનંતી કરવામાં આવે છે.


સંપર્ક માટે

📞 9510082024 / 8655427849


 

By Ravi

પ્રતિશાદ આપો