News

પાકિસ્તાની રક્ષામંત્રીની મોટી ફજેતી: નકલી ‘Pizza Hut’નું કર્યું ઉદ્ઘાટન, અસલી કંપનીએ ઠપકાર્યો કેસ

પાકિસ્તાની મંત્રીની આબરૂના ધજાગરા: નકલી ‘Pizza Hut‘નું ઉદ્ઘાટન કરતા જ અસલી કંપનીએ બોમ્બ ફોડ્યો, જુઓ શું છે મામલો

ઇસ્લામાબાદ/સિયાલકોટ:
પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ હાલમાં આખા વિશ્વમાં મજાકનું પાત્ર બન્યા છે. ઘટના કંઈક એવી છે કે મંત્રીજીએ સિયાલકોટમાં ખૂબ જ ધામધૂમથી એક ‘પીઝ્ઝા હટ’ (Pizza Hut) આઉટલેટનું ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ થોડા જ કલાકોમાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ પીઝ્ઝા હટ દ્વારા આ આઉટલેટને ‘નકલી’ જાહેર કરવામાં આવતા મંત્રીજીની ભારે ફજેતી થઈ છે.
રિબિન કાપીને ફોટા પડાવ્યા, પણ નીકળ્યું નકલી!

માહિતી કઈક આમ હતી કે , ખ્વાજા આસિફે સિયાલકોટ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આ આઉટલેટનું ઉદ્ઘાટન કર્યું હતું. રેડ કાર્પેટ, ફૂલોની સજાવટ અને કેમેરાની હાજરીમાં મંત્રીએ રિબિન કાપી અને ગર્વ સાથે ફોટા પડાવ્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જોકે, આ ખુશી લાંબો સમય ટકી શકી નહીં.

News

Pizza Hut International એ આપી સત્તાવાર સ્પષ્ટતા
જેવા આ ઉદ્ઘાટનના ફોટા વાયરલ થયા, કે તરત જ Pizza Hut Pakistan દ્વારા સોશિયલ મીડિયા પર એક સત્તાવાર નોટિસ જારી કરવામાં આવી. કંપનીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે:
“સિયાલકોટ કેન્ટમાં ખુલેલું આ આઉટલેટ અનધિકૃત (Unauthorized) છે અને અમારી બ્રાન્ડના નામનો ખોટો ઉપયોગ કરી રહ્યું છે. આ આઉટલેટ સાથે અમારો કોઈ સંબંધ નથી અને તે અમારી ફૂડ સેફ્ટી કે ક્વોલિટીના સ્ટાન્ડર્ડનું પાલન કરતું નથી.”

કંપનીએ વધુમાં ઉમેર્યું કે તેઓએ ટ્રેડમાર્કના દુરુપયોગ બદલ સંબંધિત અધિકારીઓને કાયદેસરની ફરિયાદ પણ કરી દીધી છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સે લીધી ફિરકી
આ સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર મીમ્સનો પૂર આવ્યો છે. યુઝર્સ પાકિસ્તાની રક્ષામંત્રીની સુરક્ષા સમજ પર સવાલ ઉઠાવી રહ્યા છે.
એક યુઝરે લખ્યું : “જે દેશના રક્ષામંત્રી અસલી અને નકલી પીઝ્ઝા વચ્ચેનો તફાવત નથી પારખી શકતા, તે દેશની સુરક્ષા કેવી રીતે કરશે?”
બીજા એક યુઝરે કમેન્ટ કરી : “પાકિસ્તાનમાં હવે ખાલી ઈકોનોમી જ નહીં, પણ બ્રાન્ડ્સ પણ ફેક નીકળી રહી છે.”
આ ઘટનાએ ફરી એકવાર પાકિસ્તાની શાસકોની કામગીરી અને તેમની (તપાસ કરવાની ક્ષમતા) પર મોટા સવાલો ઊભા કર્યા છે. દેશના રક્ષામંત્રી જેવા જવાબદાર પદ પર હોવા છતાં, કોઈ પણ બ્રાન્ડની ખરાઈ કર્યા વગર તેનું ઉદ્ઘાટન કરવું તે અત્યારે પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે શરમજનક સાબિત થઈ રહ્યું છે.
તમે શું માનો છો? તમારી પ્રતિક્રિયા અમને કમેન્ટમાં ચોક્કસ જણાવશો.

જમ્મુ-કશ્મીરમાં ભયાનક રોડ અકસ્માત : ૧૦ જવાનોના મોત

બોટાદ SOG પોલીસની કાર્યવાહી: કલેક્ટર કચેરી પાસે છરી સાથે એક ઈસમ ઝડપાયો – Botad News

શંકરાચાર્ય વિવાદ: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વિવાદ – બોટાદ સમાચાર

ગઢડામાં યોજાશે બોટાદ જિલ્લા કક્ષાનો ૭૭મો પ્રજાસત્તાક પર્વ: વિખ્યાત ઉજવણી અને મહત્વપૂર્ણ કાર્યક્રમો

By Ravi

પ્રતિશાદ આપો