એક દિવસના દેશ ભક્ત – Patriot for a day

માણસ પોતાની જાતને મોટો દરજ્જો આપવા માટે એક દિવસનો દેશભક્ત બની જાય છે વર્ષમાં એવું બે  વાર બને છે એક 26 મી જાન્યુઆરી અને બીજું  15 મી ઓગસ્ટ ના દિવસે, આજરોજ 25 જાન્યુઆરી 2026 ના દિવસે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે માણસ એક દિવસનો દેશભક્ત કઈ રીતે બની જાય છે 26મી જાન્યુઆરીના દિવસે લોકો તિરંગો લઈને ગાડી સાથે લગાવે છે પછી ફોરવીલ હોય તો કાચ ઉપર અને ટુવિલ હોય તો તે, ટુ વ્હીલ ના કાચ કાઢીને ત્યાં લગાવે છે,

ખર્ચો સારો કરે છે પણ સવાલ છે કે ઘણા લોકો તિરંગો લગાયા રાખે છે અને કાઢતા નથી જેના કારણે એ તિરંગો ધૂળ વાળો અથવા તો ફાટી જાય છે, જેથી આપણા ભારત દેશનું અપમાન થાય છે આપણા તિરંગા નું અપમાન થાય છે પણ લોકોને એની જાણ નથી કારણ કે એ ભણેલા નથી એજ્યુકેટેડ નથી,

આપણા ભારતમાં જે ઇન્ડિયન આર્મી ના ઘણા બધા મુવી આવેલા છે અને લોકોએ જોયેલા પણ હોય છે એમાં કોઈ જવાનને ગોળીઓ વાગતી હોય તોય તિરંગો એક હાથથી અથવા તો બે હાથ થી ઉભો રાખે છે ,

શું કામ ?

તિરંગા ને પડી જવાથી અટકાવવા માટે કારણ કે તે પોતાના દેશને પોતાના તિરંગા ને પ્રેમ કરે છે અને આ 2026 ચાલી રહ્યું છે જ્યાં લોકો તિરંગો આડો લગાવે છે તિરંગો ઝુકાવી ને રાખે છે તો જે વ્યક્તિ તિરંગો ઝોકાઈને રાખે છે તો તે દેશ દ્રોહી નહીં કહેવાય ?

બીજો સવાલ એ છે કે જે વ્યક્તિ પોતાની જાતને મોટી બતાવવા માટે તિરંગો પોતાની ગાડી ટુવીલ સાથે લગાવેલો હોય છે એ ફાટી જાય છે અથવા તો મેલો થઈ જાય છે અને ખરાબ થઈને તૂટી જાય છે તો એને દેશનું અપમાન કર્યું છે તિરંગા નું અપમાન કર્યું છે તો એની જવાબદારી કોણ લેશે અથવા એ વ્યક્તિ ઉપર શું કાર્યવાહી થશે

એટલે દરેક એવા વ્યક્તિને હું હાથ જોડીને વિનંતી કરું છું કે તમારાથી સચવાતો હોય તો જ તિરંગો લ્યો કેમ કે તિરંગો એક દિવસનું આનંદ માણવાનું એક રમકડું બન્યું છે લોકો તિરંગો લઈને REEL બનાવે,  ફોટો પાડે , whatsapp સ્ટોરી લગાવે છે પણ તેનાથી કાંઈ નથી થવાનું , બધાને ખબર છે કોણ કેટલા દેશભક્ત છે.

જો તમે સાચા જ દેશભક્ત હોય ને તો સરકારી પ્રોપર્ટી ને નુકસાન ન કરો , જો તમે સાચા દેશભક્ત હોય ને તો જ્યાં ત્યાં થુંકો નહીં અને જો તમે સાચા દેશભક્ત હોય ને તો રોડ ઉપર થયેલા એકસીડન્ટમાં જે વ્યક્તિ ઘાયલ છે ને એને તમે જલ્દીથી જલ્દી હોસ્પિટલ પહોંચાડો ના કે તમે એનો વિડીયો અથવા ફોટો પાડવાની શરૂઆત કરી દો ,

આ લોકોની માનસિકતા છે કે થોડાક લાઈક અથવા views માટે વિડીયો બનાવશે ફોટો પાડશે પણ કોઈની મદદ નહીં કરે અને પોતાની જાતને સાચો દેશ ભક્ત સમજશે , આ વાત ઉપર મને શરમ આવે છે લોકો પોતાની વિચારધારા કેવી પ્રસ્તુત કરે છે હું વિચારું છું કે આવા પણ લોકો છે .

એક તરફ ઇન્ડિયન આર્મી ના સોલ્જર પોતાના દેશ માટે લડે છે તિરંગો નીચે જૂકાવવા નથી દેતા અને બીજી તરફ ભારત દેશમાં જ નાની મોટી સીટી નાના-મોટા ગામડામાં તિરંગા ની કઈ વેલ્યુ નથી ક્યાંક ઊંધો લટકાડેલો હોય ક્યાંક આડો હોય, નીચે પડી ગયેલો હોય એની પર ગાડીઓ ચાલતી હોય અને ઘણી જગ્યાએ તો કચરા માં પડ્યા હોયછે , શું કારણે દેશનું અપમાન કરો છો તિરંગા નું અપમાન કરો છો  ?

 

નગરપાલિકા પ્રમુખની પ્રતિક્રિયા : ગઢડા ઘેલો નદી પરના પુલનો સીસી રોડ ઉખડવા લાગ્યો

જમ્મુ-કશ્મીરમાં ભયાનક રોડ અકસ્માત : ૧૦ જવાનોના મોત

By Ravi

One thought on “એક દિવસના દેશ ભક્ત – Patriot for a day”

પ્રતિશાદ આપો