MAY 22 2026 12:00 AM BY બોટાદ
બોટાદ જિલ્લાના ઉત્સુક યુવક-યુવતીઓને પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના, કારકિર્દીલક્ષી માર્ગદર્શન તેમજ અનુબંધમ વેબપોર્ટલ અંગે માહિતી અને માર્ગદર્શન મળી રહે તે હેતુસર જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદ અને ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) બોટાદના સંયુક્ત ઉપક્રમે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.આ સેમિનાર તા. ૨૫-૦૫-૨૦૨૫ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), બોટાદ ખાતે યોજાશે.
પ્રસ્તુત સેમિનાર ધોરણ ૧૦, ધોરણ ૧૨, આઈ.ટી.આઈ., ડિપ્લોમા તેમજ સ્નાતક જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે લાભદાયી બની શકે છે. આ ઉપરાંત યુવાનોને ઉદ્યોગ જગત સાથે જોડાઈ તેમની કૌશલ્ય ક્ષમતામાં વધારો કરવાની સુવર્ણ તક પણ પ્રાપ્ત થશે.સેમિનારમાં જોડાઈ માહિતી અને માર્ગદર્શન મેળવવા ઈચ્છુક યુવક-યુવતીઓને જણાવવામાં આવે છે કે તેઓ નિયત તારીખ, સમય અને સ્થળે સ્વ-ખર્ચે સમયસર હાજર રહે.
વધુ માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદનો સંપર્ક કરવા જણાવાયું છે