Aadhar

બોટાદમાં ટેકનીકલ કારણોસર બાળકોના આધારકાર્ડની કામગીરી બંધ , વહેલી તકે શરૂ કરવા માંગ

બોટાદ:
બોટાદ જિલ્લામાં છેલ્લા એકાદ મહિનાથી બાળકોના નવા આધારકાર્ડ કાઢવાની અને તેમાં સુધારા-વધારા કરવાની કામગીરી ખોરંભે પડી છે, જેના કારણે વાલીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આધાર કેન્દ્રો પર લગાવવામાં આવેલી નોટિસ મુજબ, ટેકનીકલ કારણોસર આ કામગીરી અંદાજીત તારીખ ૦૧/૦૨/૨૦૨૬ સુધી બંધ રહેવાની સંભાવના છે.
હાલના સમયમાં શાળામાં પ્રવેશ મેળવવા, શિષ્યવૃત્તિ અને અન્ય વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે બાળકોનું આધારકાર્ડ હોવું અનિવાર્ય બની ગયું છે. આવી મહત્વપૂર્ણ કામગીરી છેલ્લા એક મહિના જેટલા લાંબા સમયથી બંધ હોવાને કારણે વાલીઓ પોતાના બાળકોના જરૂરી કામો માટે ભારે પરેશાની ભોગવી રહ્યા છે. અનેક વાલીઓ આધાર કેન્દ્રોના ધક્કા ખાઈને નિરાશ થઈ પરત ફરી રહ્યા છે.
વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સ્કૂલ અને સરકારી કામોમાં આધારકાર્ડ અત્યંત જરૂરી હોવા છતાં, તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે કોઈ ત્વરિત કાર્યવાહી કરવામાં આવતી નથી. ટેકનીકલ ખામીના નામે આટલો લાંબો સમય કામગીરી બંધ રહે તે યોગ્ય નથી.
આ પરિસ્થિતિને કારણે વાલીઓમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની સ્પષ્ટ માંગ છે કે વહીવટી તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતા દાખવીને વહેલી તકે ટેકનીકલ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે અને બાળકોના આધારકાર્ડની કામગીરી જલ્દી થી જલ્દી પુનઃ શરૂ કરવામાં આવે, જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓ આ મુસ્કેલી થી બહાર આવે .

#botadnews #botad #gujaratinews

વર્ષ 2026 માં નગરપાલિકાની ચૂંટણી ક્યારે?

બોટાદ – એક અદભુત શહેર

By Ravi

પ્રતિશાદ આપો