B1

બોટાદવાસીઓ માટે મહત્વના સમાચાર: શહેરમાં ત્રણ દિવસ રહેશે પાણી નો કાપ, ૧૭ થી ૧૯ જાન્યુઆરી સુધી પાણી પુરવઠો બંધ રહેશે 

બોટાદ:
બોટાદ શહેરના રહીશો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જે તેમની દિનચર્યાને અસર કરી શકે છે. શહેરમાં આગામી ત્રણ દિવસ સુધી પાણી પુરવઠો બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે નાગરિકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, તારીખ ૧૭ જાન્યુઆરીથી લઈને ૧૯ જાન્યુઆરી સુધી, એમ સળંગ ત્રણ દિવસ સુધી બોટાદ શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા બંધ રહેશે.

શા માટે રહેશે પાણી કાપ?
આ પાણી કાપ પાછળનું મુખ્ય કારણ મેન્ટેનન્સની જરૂરી કામગીરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, GETCO (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ.) દ્વારા નાવડા હેડ વર્ક્સ ખાતે અગત્યનું મેઈન્ટેનન્સ (સમારકામ) હાથ ધરવામાં આવનાર છે.
આ વીજ સમારકામની કામગીરીને કારણે નાવડા હેડ વર્ક્સ પરથી પાણીનું પમ્પીંગ શક્ય બનશે નહીં, જેની સીધી અસર બોટાદ શહેરના પાણી પુરવઠા પર પડશે. પરિણામે, ૧૭ થી ૧૯ જાન્યુઆરી દરમિયાન શહેરમાં પાણી પુરવઠો ખોરવાશે.

લોકોને અપીલ:
સળંગ ત્રણ દિવસ સુધી પાણી નહીં મળવાને કારણે લોકોને તકલીફો ન પડે તે માટે, તંત્ર દ્વારા બોટાદ ના રહેવાશિયો દ્વારા આગોતરૂ આયોજન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. લોકોને અપીલ છે કે તેઓ આ દિવસો દરમિયાન ચાલે તેટલા પાણીનો જરૂરી સંગ્રહ કરી લે અને પાણીનો વિવેકપૂર્ણ તથા કરકસરભર્યો ઉપયોગ કરે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ પાણી પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવશે.

#બોટાદ #botadnews

બોટાદમાં ટેકનીકલ કારણોસર બાળકોના આધારકાર્ડની કામગીરી બંધ

વર્ષ 2026 માં નગરપાલિકાની ચૂંટણી ક્યારે?

By Ravi

પ્રતિશાદ આપો