RBI માં ઓફીસ એટેન્ડન્ટની 572 જગ્યાઓ માટે ભરતી
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) માં ઓફીસ એટેન્ડન્ટની 572 જગ્યાઓ માટે ભરતી – ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા સમગ્ર ભારતમાં “ઓફીસ એટેન્ડન્ટ” ની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જે ઉમેદવારો ધોરણ 10 પાસ છે અને બેંકિંગ ક્ષેત્રમાં નોકરી મેળવવા માંગે છે, તેમના માટે આ એક ઉત્તમ તક છે.
આ ભરતી વિશેની સંપૂર્ણ વિગતો નીચે મુજબ છે:
ભરતીની મુખ્ય વિગતો:
સંસ્થાનું નામ: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (Reserve Bank of India – RBI)
પોસ્ટનું નામ: ઓફીસ એટેન્ડન્ટ (Office Attendant)
કુલ જગ્યાઓ: 572 (સમગ્ર ભારત માટે)
શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ હોવા જોઈએ.
મહત્વની તારીખ:
અરજી કરવાની છેલ્લી તારીખ: 04-02-2026 (4 ફેબ્રુઆરી, 2026)
રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલાં પોતાની અરજી સબમિટ કરવાની રહેશે. વધુ વિગતો માટે અને ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારોએ RBI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી.
કાસ્ટ પ્રમાણે સંખ્યા:
બિનઅનામત (UR) – 291 જગ્યા
અન્ય પછાત વર્ગ (OBC) – 83 જગ્યા
અનુસૂચિત જાતિ (SC) – 89 જગ્યા
અનુસૂચિત જનજાતિ (ST) – 58 જગ્યા
આર્થિક રીતે નબળા વર્ગ (EWS) – 51 જગ્યા
અરજી ક્યારે અને કેવી રીતે કરવી?
આ ભરતી માટે અરજી કરવાની શરૂઆત 15 January 2026થી થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 4 February 2026 છે. આ તારીખ સુધીમાં અરજી ફી પણ જમા કરવી જરૂરી છે. ત્યારબાદ પોર્ટલ બંધ થઈ જશે. અરજી માત્ર ઓનલાઈન મોડમાં rbi.org.in પર જ સ્વીકારવામાં આવશે.
નોંધ:
ઓનલાઈન પરીક્ષા 28 February અને 1 March 2026ના રોજ યોજાશે. આ પરીક્ષા એક જ શિફ્ટમાં લેવામાં આવશે.
SSC MTS 2026: સ્લોટ બુકિંગ શરૂ
Gross State Domestic Product પર RBI ના ડેટા
મહેસૂલ તલાટી પરીક્ષા ફી રિફંડ – BOTAD NEWS
JEE MAIN 2026 પરીક્ષા માટે મહત્વની ઘોષણા