ગુજરાતી ગળી કઢી બનાવવા ની Recipe
ગુજરાતી કઢી બનાવવા ની રીત ખૂબ જ સરળ છે. દહીંનો ઉપયોગ કરીને ટેસ્ટી કઢી બનાવવા માટે નીચે મુજબની સામગ્રી મેળવી લેશું :
સામગ્રી:
- દહીં: 1 કપ (થોડું ખાટું હોય તો વધુ સારું)
- બેસન (ચણાનો લોટ): 2-3 મોટી ચમચી
- પાણી: 2.5 થી 3 કપ
- ગોળ અથવા ખાંડ: સ્વાદ મુજબ (ગળી કઢી માટે ગોળ ઉત્તમ રહેશે)
- આદુ-મરચાની પેસ્ટ: 1 ચમચી
- મીઠું: સ્વાદ મુજબ
- મીઠા લીમડાના પાન: 7-8 નંગ
- લીલા ધાણા: સમારેલા (ગાર્નિશિંગ માટે)
- વઘાર માટે: ઘી અથવા તેલ: 1 મોટી ચમચી (ઘીનો વઘાર વધુ સ્વાદિષ્ટ લાગે છે)
- રાઈ અને જીરું: અડધી ચમચી
- મેથીના દાણા: 1/4 ચમચી
- તજ-લવિંગ: 1 તજની નાની લાકડી અને 2-3 લવિંગ ( હો તો )
- સૂકા લાલ મરચાં: 1-2 નંગ
- હિંગ: ચપટી
બનાવવાની રીત:
મિશ્રણ તૈયાર કરો: સૌથી પહેલા એક વાસણમાં દહીં અને બેસન લય લો . તેને જેરણી અથવા બ્લેન્ડરથી બરાબર મિક્સ કરી લો જેથી ગાંઠો ન રહે. હવે તેમાં પાણી ઉમેરીને પાતળું મિશ્રણ તૈયાર કરો લો ,
ઉકાળવા મૂકો: આ મિશ્રણને મધ્યમ તાપ પર ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં આદુ-મરચાની પેસ્ટ, ગોળ (અથવા ખાંડ) અને મીઠું ઉમેરો નાખો ,
સતત હલાવતા રહો: કઢીમાં એક ઉભરો ન આવે ત્યાં સુધી તેને સતત હલાવતા રહો, જેથી દહીં ફાટી ન જાય. ઉભરો આવ્યા પછી 5-7 મિનિટ ધીમા તાપે ઉકાળ રહો ,
વઘાર તૈયાર કરો: એક નાના વઘારિયામાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, મેથીના દાણા, તજ-લવિંગ અને સૂકા મરચાં ઉમેરો અને હળવો , ધ્યાન રાખો કે બળી ના જાય , અંતમાં હિંગ અને મીઠો લીમડો નાખી મિક્સ કરી વઘારને ઉકળતી કઢીમાં રેડી દો.
ફિનિશિંગ: કઢીને 2 મિનિટ ઢાંકીને રહેવા દો જેથી વઘારની સુગંધ બેસી જાય. છેલ્લે લીલા ધાણાથી ગાર્નિશ કરો.
સલાહ : જો તમારે કઢી ઘટ્ટ જોઈતી હોય તો બેસનનું પ્રમાણ થોડું વધારી શકો છો અને જો પાતળી જોઈતી હોય તો પાણી ઉમેરી શકો છો.
કાઠિયાવાડી રીત :
મિશ્રણ તૈયાર કરો: સૌથી પહેલા એક વાસણમાં દહીં અને બેસન લય લો . તેને જેરણી અથવા બ્લેન્ડરથી બરાબર મિક્સ કરી લો જેથી ગાંઠો ન રહે. હવે તેમાં પાણી ઉમેરીને પાતળું મિશ્રણ તૈયાર કરો લો ,
વઘાર તૈયાર કરો: એક નાના વઘારિયામાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, મેથીના દાણા, તજ-લવિંગ, હિંગ , મીઠો લીમડો અને સૂકા મરચાં ઉમેરો અને હલાવો , ધ્યાન રાખો કે બળી ના જાય , મિશ્રણને મધ્યમ તાપ પર ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં આદુ-મરચાની પેસ્ટ, ગોળ (અથવા ખાંડ) અને મીઠું ઉમેરો ,
ફિનિશિંગ: ગેસ ને ફૂલ કરી કઢીને 5 મિનિટ હલાવતા રહો , 2 મિનિટ ધીમા ગેસ પર ચડવા દેવ જેથી કાઢી ઘાટી બનશે , છેલ્લે લીલા ધાણાથી ગાર્નિશ કરો. ( સંભારેલા ધાણા કઢી ઉપર નાખવા )